મહીસાગર SOG પોલીસને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. છેલ્લા 8 વર્ષથી અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપી નાસતો ફરતો હતો. જેને SOGએ સંતરામપુર તાલુકાના આંબા ગામે રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે.
મહીસાગર SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. ભગોરાને બાતમી મળી હતી કે, આગથળા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-363, 366, 376 તથા જાતીય શોષણ અધિનિયમ કલમ 3સી, 4, 8, 29 મુજબના અપહરણ અને બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જે રહેવાસી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જસુણી ગામનો વતની દર્શન લાલાભાઈ ખાંટ જે સંતરામપુર તાલુકાના આંબા ગામે રોડ ઉપર ઉભો હોવાની બાતમી મળી હતી.
જે બાદ મહીસાગર SOG શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી. સિસોદીયા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો દ્વારા બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આ આરોપી દર્શન ખાંટ મળી આવ્યો હતો. જે બાદ SOGએ તેને પકડી પાડ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ રીતે છેલ્લા 8 વર્ષથી અપહરણ અને બળાત્કારના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને મહીસાગર SOG શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.