મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા લુણાવાડા રાજપુત સમાજની વાડી ખાતે ગોધરા રેન્જ આઇજી ચિરાગ કોરડીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના સૌજન્યથી પોલીસ અધિક્ષક આર.પી બારોટના માર્ગદર્શનમાં લોન/ધીરાણ કેમ્પ યોજાયો હતો. વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલ સરકારની ઝુંબેશ અન્વયે પોલીસ તંત્ર દ્વારા લોન/ધીરાણ કેમ્પના આયોજનના પોલીસના પ્રજાહિતમાં પ્રેરક નવતર અભિગમને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં પોલીસ વિભાગના અધિકારીઓ, લીડ બેન્ક મેનજર, સ્વસહાય જુથ જિલ્લા મેનેજર, વિવિધ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેન્કોના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં જરૂરીયાતમંદ નાગરીકો તેમજ લઘુઉદ્યોગ, ફેરીયા, લારી-ગલ્લા તથા વેન્ડર તરીકે રોજગારી મેળવતા અને નાની દુકાન ધરાવતા તેમજ દુધાળા પશુના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકો, સ્વસહાય જુથની મહિલાઓ, ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેન્કોના અધિકારીઓએ સરકારની લોન ધિરાણ અંગેની વિવિધ યોજનાઓ સાથે ઉપયોગી માહિતી આપી હતી અને અગાઉ આધાર પુરાવા રજૂ થયેલ મંજૂર ધિરાણનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ યોજાયેલ લોન/ધિરાણ કેમ્પના સમગ્ર કાર્યક્રમનું સંચાલન લુણાવાડા ટાઉન પી.આઈ ધેનુ ઠાકર અને આભાર દર્શન ડીવાયએસપી જે. જી ચાવડાએ કર્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.