બુટલેગરો પોલીસ હિરાસતમાં:મહીસાગર LCBએ ખાનપુરના વડાગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી; 2.27 લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત

મહિસાગર (લુણાવાડા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓને દારૂની હેરાફેરી કરતા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તાલુકાના પાંડરવાડા તરફથી લીંબડીયા તરફ વિદેશી દારૂ ફરીને આવતી સ્વિફ્ટ ગાડીને વડાગામ પાસેથી ઝડપી પાડી હતી. જેમાંથી 69,980 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ 2,27,480ના મુદ્દામાલને કબ્જે કરી બે આરોપીઓની અટકાયત કરી છે.

સ્વિફ્ટ કારમાં બે ઈસમો દારૂની હેરાફેરી કરતાં હતા
મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને બાતમી મળી હતી. તે મુજબ ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડરવાડા તરફથી લીંબડીયા તરફ એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂ ભરીને આવવાની છે. જે બાતમી આધારે મહીસાગર LCBના PI અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.સી.સીસોદીયાના માર્ગદર્શનમાં સ્ટાફના ભવાનજી, કૃષ્ણકુમાર, વિરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઈ, મહેપાલસિંહ સહિતના માણસો વડાગામ ખાતે ખાનગી વાહનમાં વોચમાં ઉભા હતા. તે દરમિયાન આ બાતમી વાળી સ્વિફ્ટ કાર ત્યાં આવતાં તેને બે ઈસમો સાથે ઝડપી પાડવામાં આવી હતી.

કાર માં દારૂ ભરીને હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા
(1) રાજ તુલસીરામ રોત રહેવાસી રાજસ્થાન ડુંગરપુરના જોથરી તાલુકાના સુરતા ગામનો તો અન્ય બીજો (2) દિનેશ લક્ષ્મણ ડામોર રહેવાસી રાજસ્થાન ડુંગરપુરના દોવડા તાલુકાના આતરી ગામનો રહેવાસી છે. આ બંને આરોપીઓની પોલીસે દારૂ અને મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરી છે તો અન્ય ત્રીજો આરોપી જે પ્રોહી મુદ્દામાલ મોકલનાર લલિત ભોઈ આતરી ડુંગરપુરનો રહેવાસી છે. આમ પોલીસે બે આરોપીઓની અટકાય કરી કુલ ત્રણ સામે બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના કાચના ક્વાટર તથા બિયરના ટીમ મળી કુલ 638 બોટલ જપ્ત કરી છે, જેની કિંમત 69,980 છે. તો અન્ય મુદ્દામાલમાં સ્વિફ્ટ કાર 1,50,000 અને મોબાઈલ રોકડ મળી કુલ 2,27,480નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને LCBએ પકડી પાડ્યા છે. બાકોર પોલીસ સ્ટેશન મથકે બંને આરોપીઓને સોંપી ત્રણ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...