નાશતા ફરતા આરોપી ઝડપાયા:મહીસાગર LCBએ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા; બંનેને બાકોર પોલીસ મથકે સોંપવામાં આવ્યા

મહિસાગર (લુણાવાડા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાકોર પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. LCB પી.આઈ. આર.ડી.ભરવાડને બાતમી મળી હતી. તે મુજબ બાકોર પોલીસ મથકે પ્રોહિબિશનના નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ શૈલેશ ભગા મછાર રહેવાસી ખાનપુર તાલુકાના ઉમરીયા નરોડા ગામનો તથા બીજો આરોપી રામા લક્ષ્મણ ડામોર રહેવાસી ખાનપુર તાલુકાના છાણી ગામનો જે બંને આરોપીઓ તેમના ઘરે છે.

બાતમી મળતા LCB પી.આઈ. આર.ડી.ભરવાડ તેમજ PSI કે.સી.સિસોદિયા દ્વારા સ્ટાફના માણસોને તાપસ કરવા સૂચના આપતા LCB સ્ટાફના માણસો ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ જઇ તાપસ કરતા આ બંને પ્રોહીબિશનના નાસતા ફરતા આરોપીઓ શૈલેશ મછાર અને રામા ડામોર તેઓના ઘરેથી મળી આવ્યા હતા. જે બાદ LCB દ્વારા બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાકોર પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...