ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે. તેવામાં માર્કેટમાં પતંગ-દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાઓ હાડોડ અને નવા રાબડીયા ગામે રેડ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 64 ફિરકાઓ સાથે 4 ઇસમોની અટકાયત કરી કુલ 25,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
4 આરોપીઓની અટકાયત કરી
મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડને બાતમી મળી હતી તે મુજબ LCB ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના અલગ અલગ બે સ્થળ નવા રાબડીયા અને હાડોડ ગામે રેડ કરવામાં આવી હતી. જ્યાં રેડ કરીને પ્રતિબંધિત ચાઇનઝ દોરીના જથ્થા સાથે 4 આરોપીઓની અટકાયત કરી છે અને પકડાયેલા ચારેય ઈસમો સામે કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાડોડ આને રાબડીયા ગામેથી ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો
મહીસાગર LCBએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓના અડ્ડા પર રેડ કરી હતી. જેમાં જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા રાબડીયા રેડ કરતા નવા રાબડીયા ગામનો રહેવાસી આરોપી ગોવિંદ નાથાભાઈ પ્રજાપતિ કે જેના ઘરેથી ચાઈનીઝ દોરીની નાની મોટી ફિરકીઓ કુલ નંગ 48 પોલીસે જપ્ત કરી છે. જેની કિંમત રૂપિયા 19,200 છે. તો LCB દ્વારા હાડોડ ગામે રેડ કરતા વીરપુર તાલુકાના ખેરોલી ગામનો રહેવાસી આરોપી જયદીપ રોહિત તેમજ બાલાસિનોર તાલુકાના ડુંગરીપૂરા તાબે પાંડવાનો રહેવાસી આરોપી હરદીપસિંહ કનકસિંહ ચૌહણ જે લુણાવાડા તાલુકાના હાડોડ ગામે વેચાણ કરતા હતા અને અન્ય એક કિશોર આમ કુલ ત્રણ આરોપીઓ પાસેથી કુલ 16 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા મળી આવ્યા છે. જેની કુલ કિંમત 6,400 છે. આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ સ્થળે રેડ કરીને કુલ 64 ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી રૂપિયા 25,600નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય ઈસમો સામે કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.