SSCનું પરિણામ:મહીસાગર જિલ્લાનું ધો-10નું પરિણામ 59.55%

લુણાવાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 14587 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

મહીસાગર જિલ્લાનું એસ.એસ.સી બોર્ડના પરિણામ આજે જાહેર થયું હતું. આ વખતે વહેલી સવારે લોકોએ એસ.એસ.સી બોર્ડની વેબસાઇટ ઉપર જાણ્યું હતું. સોમવારે પરિણામ આવવાનું હતુ. એટલે કેટલાક વિદ્યાર્થીઓ વહેલા ઉઠીને દેવદર્શને જઈને પોતાના સારા પરિણામ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તો કેટલાકે બાધા પણ રાખી હતી.

પરિણામ જાહેર થતાં મહીસાગર જિલ્લાનું પરિણામ 59.55 ટકા આવ્યું હતુ. જેમાં મહીસાગર જિલ્લાના 30 કેન્દ્રો પૈકી લુણાવાડા કેન્દ્રના 78.26 ટકા પરિણામ સાથે મોખરે રહ્યુ હતુ. જ્યારે મહીસાગર જિલ્લામાં સૌથી ઓછુ પરિણામ નાનીસરસણ સેન્ટરનું 40.24 ટકા રહ્યુ હતુ. મહીસાગર જિલ્લામાં કુલ 14723 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. જેમાં 14587 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ-1 ગ્રેડમાં 81, એ-2 ગ્રેડમાં 541, બી-1 ગ્રેડમાં 1361, બી-2 ગ્રેડમાં 2308, સી-1 ગ્રેડમાં 2800, સી-2 ગ્રેડમાં 1542, ડી- ગ્રેડમાં 52, ઈ-1 ગ્રેડમાં 1870, ઈ-2 ગ્રેડમાં 4031 અને ઈક્યુસી ગ્રેડમાં 8686 વિદ્યાર્થીઓ આવ્યા હતા.

મહીસાગર જિલ્લાના મુખ્ય કોન્દ્રોમાં લુણાવાડા કેન્દ્રનું 78.24 ટકા પરિણામ, સંતરામપુર કેન્દ્રનું 52.21 ટકા, વિરપુર કેન્દ્રનું 67.10 પરિણામ, બાલાસિનોર કેન્દ્રનું 69.47 ટકા પરિણામ અને ખાનપુર કેન્દ્રનું 41.78 ટકા પરિણામ આવ્યું હતુ. મહીસાગર જિલ્લાના ટોપરમાં આવેલ ઠાકર યસ્વી વિનોદકુમાર અને માર્ગી દક્ષેશભાઇએ ડોકટર બનીને લોકોની સેવા કરવાનો નિર્ધાર કર્યો છે.

સખત મહેનત અને શાળાના શિક્ષકો તથા માતાપિતાના માર્ગદર્શનને કારણે આ સિધ્ધિ મેળવી હતી. જયારે મહિસાગર જિલ્લાના અન્ય ટોપર ધ્વનિત હિંમાંશુકુમાર શાહે આર્કિટેકટ બનીને બાંધકામ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની ઇચ્છા વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...