મહીસાગરમા જિલ્લામાં બે નાયબ મામલતદાર બાદ કલાસ વન કક્ષાના અધિકારી લાંચ લેતા રંગે હાથે ACB એ ઝડપયા છે. મહીસાગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી પ્રકાશ નટવર મોદી, (પી.એન.મોદી) જેઓએ એમ્પલોઇ નંબરની પ્રોસેસ કરવા માટે રૂપિયા 20 હજારની માગણી કરી હતી. જે બાદ ફરિયાદી દ્વારા ACB નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ACB દ્વારા છટકું ઘોઠવીને લાંચિયા શિક્ષણ અધિકારીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
મહીસાગર શિક્ષણ અધિકારી 20 હજારની લાંચ લેતા પકડાયો
મહિસાગર જિલ્લા એસીબીની સફળ ટ્રેપના કારણે ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવી ગયો છે. જિલ્લા શિક્ષણ ક્ષેત્રે ક્લાસ-1 ઓફિસર અત્યારે 20 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભોમાનંદ સ્કૂલ સરસણ ખાતે એમ્પ્લોઈમેન્ટ નંબર માટે તેમણે 20 હજાર રૂપિયાની લાંચ માગી હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યાર બાદ ACB એ છટકું ગોઠવી શિક્ષણ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
થોડા મહિના આગઉ મહીસાગરના લુણાવાડાની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર જીજ્ઞેશકુમાર બિપિનચંદ્ર પંડ્યા જમીન નામે કરાવવા 10 હજારની લાંચ અરજદાર પાસે માગી હતી. ત્યારે અરજદારે ACB નો સંપર્ક કરતા સર્કલ ઓફીસર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો
આગાઉ પણ મહીસાગરના કડાણામાંથી લાંચ લેતા સર્કલ ઓફિસર ઝડપાયો હતો
આગાઉ થોડા માસ પહેલા મહીસાગર જિલ્લાના કડાણા ખાતેની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતો આધિકારી પણ લાંચ લેતા ઝડપાયો હતો. તેના દ્વારા અરજદાર પાસે હયાતીમાં નામ નોંધાવવા માટે લાંચ માગી હતી. જેને પણ ફરિયાદ આધારે ACB એ છટકું ગોઠવીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે લુણાવાડા મામલતદાર કચેરીમાંથી વધુ એક નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે.
ત્યારે બે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ બાદ એક જ વર્ષમાં જેટલા સમયમાં આજે ફરીથી મહીસાગર જિલ્લામાં ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. હાલ મહીસાગર ACB એ લાંચીયા શિક્ષણ અધિકારી પ્રકાશ મોદીને રંગે હાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.