કલેકટરની ખાસ સાવચેતી:મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા વાસીઓને નદી તળાવે ગણપતિ વિસર્જન દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઈ

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

ગણેશજીની સ્થાપનાના આવતીકાલે પાંચ દિવસ થાય છે ત્યારે મોટા ભાગે સ્થાપનના પાંચ દિવસ થતાં ગણપતિજીની પ્રતિમાઓનું ગણી બધી જગ્યાઓ પર વિસર્જન થતું હોય છે મહીસાગર જિલ્લામાં આવતીકાલે અલગ અલગ જગ્યાઓ પર નદી તળાવોમાં ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. તેવામાં મહીસાગર જિલ્લા કલેકટર ડો.મનીશકુમાર દ્વારા જિલ્લા વાસીઓને નદી તળાવ માં વિસજર્ન કરવા જતી વખતે ખાસ સાવચેતી, ધ્યાન રાખવા માટે જણાવવામાં આવ્યું છે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિસર્જન દરમીયાન કોઈએ ઊંડા પાણી માં જવું નહિ અને પોતાનો પગ લપસી ન જાય તેનું ધ્યાન રાખવું ઉલ્લેખનીય છે કે નદી તળાવ કિનારે લિલ અથવા કાદવ કીચડ થયેલ હોય છે જેથી પગ પલસી જવાની શક્યતાઓ રહેલી છે જેથી કરીને કોઈ વ્યક્તિનો પગ લપસી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે ઉપરાંત જિલ્લા કલેકટરે ગણેશ ઉત્સવની તમામને શુભકામના પણ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...