કાર્યવાહી:શિક્ષક પાસેથી 20 હજારની લાંચ લેતા મહિસાગર DEO ઝડપાયા

લુણાવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નરોડામાં રહેતા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી
  • શિક્ષિકા પાસે એમ્પ્લોઈ નંબર માટે લાંચ માગી

નવા નરોડામાં રહેતા અને હાલ મહીસાગર જિલ્લાના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા પ્રકાશ મોદીએ મહિલા શિક્ષક પાસે એમ્પ્લોઇ નંબરની પ્રોસેસ કરવા માટે રૂ.20 હજાર લાંચની માગણી કરી હતી. મહિલા શિક્ષિકાએ એસીબીમાં ફરિયાદ નોંધાતાં મહિલા લાંચની રકમ આપવા જતાં એસીબી પોલીસના છટકામાં શિક્ષણાધિકારીને લાંચ લેતાં રંગે હાથ પકડી પાડ્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી પ્રકાશભાઈ મોદીએ મોટી સરસણની ભોમાનંદ હાઈસ્કૂલમાં ખાતે ફરજ બજાવતી મહિલા શિક્ષક પાસે એમ્પ્લોઈ નંબરની પ્રોસેસ કરવા માટે લાંચની માગણી કરી હતી. જે બાબતે રકમ ન આપવા માંગતા શિક્ષિકા દ્વારા ACBને જાણ કરતા મહીસાગર એસીબીએ છટકું ગોઠવી જિલ્લા શિક્ષણાધિકારી પ્રકાશભાઈ મોદીને રંગે હાથે રૂ.20,000ની રકમ સાથે ઝડપી પાડ્યા હતા.

મહીસાગર એસીબી ઇન્સ્પેક્ટર એમએમ તેજોત દ્વારા મહીસાગર જિલ્લા શિક્ષણ વિભાગ ખાતે છટકું ગોઠવતા સમગ્ર ઘટના સામે આવી હતી. ભ્રષ્ટાચાર કરતા જિલ્લા શિક્ષણ વિભાગના ક્લાસ-1 અધિકારીની અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે, ત્યારે મહીસાગર જિલ્લા એસીબીની ટ્રેપના કારણે ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવી ગયો છે જે હાલ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...