પક્ષ વિરોધી કૃત્ય કરનાર પર ભાજપની લાલ આંખ:મહીસાગર ભાજપે વધુ 6 કાર્યકરો હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

મહિસાગર (લુણાવાડા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક તરફ વિધાનસભા ચૂંટણીનો માહોલ શાંત થયો નથી. ત્યાં મહીસાગર ભાજપમાં માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપ દ્વારા એક પછી એક પક્ષ વિરોધી કૃત્ય કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. અગાવ ચૂંટણી પહેલા કેટલાક કાર્યકરો હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે આ સિલસિલો ચૂંટણી બાદ પણ યથાવત જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 6 પક્ષ વિરોધીઓને સસ્પેન્ડ કર્યા છે.

મહીસાગર જિલ્લા ભાજપની લાલ આંખ જોવા મળી રહી છે. પક્ષ વિરોધ કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરતા જિલ્લા ભાપજ પ્રમુખ દશરથ બારીયા દ્વારા વધુ 6 હોદ્દેદારો, કાર્યકરોને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં જેઠા એમ.બારીયા-પૂર્વ મંડળ અધ્યક્ષ લુણાવાડા તાલુકો સક્રિય સભ્ય, બીપીન પટેલ, પૂર્વ શક્તિ કેન્દ્ર સંયોજક સંતરામપુર, સક્રિય સભ્ય.શંકરલાલ.વી. જોશી.પૂર્વ મંડળ મહામંત્રી ખાનપુર તાલુકો,સક્રિય સભ્ય.કાળુભાઇ મંગળભાઈ પટેલ.મંડળ મંત્રી ખાનપુર તાલુકો, સક્રિય સભ્ય.રેખાબેન હિતેશભાઈ જોશી, લુણાવાડા નગર સક્રિય સભ્ય.હરિભાઈ ચાંગલાણી, લુણાવાડા નગર સક્રિય સભ્ય આમ જિલ્લા પ્રમુખ દ્વારા કુલ છ લોકોને પક્ષ વિરોધ કૃત્ય કરવા બદલ તેઓને તેમના પદ અને હોદ્દા પરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...