લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા અનેક વાર વિવિધ શાળાઓમાં જઈને વિધાર્થીનીમાં અને મહિલાઓમાં કાયદાઓ વિશે જાગૃતિ આવે તે હેતુસર અલગ-અલગ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે આજ રોજ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા લુણાવાડાની પંચશીલ હાઈસ્કૂલ તેમજ વેલહેમ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહિલા જાગૃતિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Ministry of Home affairs ના પત્ર અન્વયે તારીખ 25/11 થી 10/12 સુધી મહિલા વિરૂદ્ધના ભેદભાવ તથા ગુના રોકવા સારું જાગૃતિ અભિયાન યોજવા સૂચવ્યું છે. જે અંતર્ગત આજ રોજ પંચશીલ હાઇસ્કૂલ લુણાવાડા ખાતે Dy.Sp. પ્રમોદ વળવીની ઉપસ્થિતિમાં મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા મહીલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં FFWC સભ્ય સોનલબેન પંડ્યા પણ હાજર રહ્યા હતા અને જાગૃતિ માટે માહિતી આપી હતી.
મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા દ્વારા વેલ હેમ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહિલા જાગૃતિકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનાઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાણકારી આપવામાં આવી હતી. તથા પોક્સો એકટ, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન, શી ટીમ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.ઠાકર, મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફ, સામાજિક કાર્યકર FFWC સભ્ય સોનલબેન પંડ્યા તેમજ PBSC સેન્ટરમાંથી હંસાબેન તથા સખી વન સ્ટોપ સેન્ટરના દિપીકાબેન હાજર રહેલ હતાં અને જાગૃતિ અંગે માહિતી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.