ચૂંટણીની જોરશોરથી તૈયારી:લુણાવાડા ખાતે લુણાવાડા તાલુકા યુવા મોરચાની બેઠક યોજાઈ; ચૂંટણીમાં વિજય મેળવવા સહિતની અનેક ચર્ચાઓ માટે આયોજન કરાયું

મહિસાગર (લુણાવાડા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના સર્કિટ હાઉસ ખાતે લુણાવાડા તાલુકા યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે તેવામાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. અને બેઠકોનો દોર ધમધમી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીમાં વિજય મેળવવા વિવિધ રણનીતિઓ સહિતની અનેક ચર્ચાઓ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત વિધાનસભાના પ્રવાસી વિસ્તારક રાજેશભાઈ યાદવ તથા પાર્થભાઈ મેહતા, પ્રવાસી વિસ્તારક યુવા મોરચાના પ્રભારી જીગરભાઈ પંડ્યા, પૂર્વ લુણાવાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ બારીયા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી વિરેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા ઈન્ચાર્જ રાજપાલસિંહ શક્તિ, કેન્દ્રના પ્રભારી અને સંયોજક યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલક તથા ભારતીય જનતા પાર્ટીના તમામ પદાઅધિકારીઓ હોદેદારો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...