STના નવા રૂટને લીલીઝંડી:લુણાવાડા ડેપોએ STના રૂટમાં વધારો કર્યો, ગલિયાકોટ જવા મુસાફરોને હવે લુણાવાડાથી બસ મળશે

મહિસાગર (લુણાવાડા)6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો અને વિદ્યાર્થીઓને આ રૂટના શરૂઆતથી ફાયદો થશે

લુણાવાડાથી હવે ગલીયાકોટ સુધી જવામાં મુસાફરોને ખાનગી વાહનોમાં જવું નહિ પડે. લુણાવાડા ડેપો દ્વારા આજથી નવી એસીટી બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. લુણાવાડાથી ગલિયાકોટ માટેની નવીન શરૂ કરેલ બસને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક દ્વારા શ્રીફળ વધેરી કુમકુમ તિલક કરીને ફુલહાર ચડાવી લીલી ઝંડી આપી પ્રસ્તાન કરાવાયું હતું.

ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકે લીલી ઝંડી આપી
આ બસ શરૂ થતાં ગલીયાકોટ જતા મુસાફરો પોતાના નિયત સમયે પોહચી શકશે. જેથી મુસાફરોમાં ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, તાલુકા મંડળ પ્રમુખ કાનજીભાઈ પગી, સમસ્ત બ્રહ્મ સમાજ મહીસાગરના પ્રમુખ જગદીશભાઈ ત્રિવેદી સહિત લુણાવાડા ડેપો મેનેજર એ.કે ખાંટ તથા ડેપોના કર્મચારીઓની હાજરીમાં લીલી ઝંડી આપાઈ હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...