ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યના મહીસાગર સહિત 18 જિલ્લાઓમાં 'લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ' (કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર સિસ્ટમ) ની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત આજરોજ મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન એચ.એ.દવે દ્વારા જિલ્લા સ્તરની લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમની કચેરી કાર્યરત કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ વરિષ્ઠ ન્યાયાધીશ તથા મહીસાગર જિલ્લા બાર એસોસિએશન પ્રમુખના પ્રમુખ એ.કે.પટેલ તથા બારના વરિષ્ઠ વકીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલમાં લીગલ એ ડિફેન્સ કાઉન્સિલ એસ. એ.પટેલ, ડેપ્યુટી લીગલ એ ડિફેન્સ કાઉન્સેલ પી.આર.દવે તથા આસિસ્ટન્ટ લીગલ એડ કાઉન્સિલ જે.એસ.પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી.
લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ સિસ્ટમ (LADCS) એ પ્રવર્તમાન કાનૂની સહાયને બદલે ફોજદારી કેસોમાં જરૂરિયાતમંદ અરજદારોને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની નવી રચના છે. વધુ વ્યાવસાયિક રીતે ગુણાત્મક કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળે (નાલસાએ), લીગલ એઇડ ડિલિવરી આધારિત સ્કીમ એટલે કે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં સપોર્ટ સિસ્ટમ સાથે વકીલોની પૂર્ણ સમયની સંલગ્નતા સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.