લુણાવાડા નગર તેમજ આજુબાજુના વિસ્તારની જમીનોના ભાવ ઉચકાતા ભુ-માફિયાઓ દ્વારા જમીન દબાણ ઠેરઠેર વધી ગયું છે. ત્યારે ભુ-માફિયાનો નાથવા ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિન એક્ટનો કાયદો લા વ્યો ત્યારે સંતરામપુર રોડ પર પાનમ અમૃત સામે આવેલ આવેલ રેવન્યુ સર્વે નંબર 504 (જૂનો) વાળી જમીન લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ તથા તેમના અન્ય ભાગીદારો દ્વારા જમીન વેચાતી રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેતે સમયે થુવરની વાડ કારેલ હતી.
પરંતુ ખેદકામ સમયે વાડ કાઢી વર્ષ 2003-04 પછી જમીન પડતર પડી રહેતા જમીનની બાજુમાં આવેલ મહેન્દ્રસિંહ સજ્જનસિંહ સોલંકી રહે.સંતરામપુર દ્વારા આશરે 1 એકર જમીનમાં અન અધિકૃત રીતે કરવામાં આવેલ જે જુલાઈ 2020 માં ફરિયાદી દ્વારા કાઢી નાખવામાં આવેલ ત્યાર બાદ નાયબ કલેક્ટરમાં કેશ થયા બાદ બે એકરમાં માપણી કરવામાં આવી ત્યાર બાદ જન્માષ્ટમી અને રજા ના દિવસે બાજુમાં આવેલ મહેન્દ્રસિંહ સજ્જનસિંહ સોલંકી દ્વાર બે એકર જમીનમાં આરસીસી દીવાલ બનાવી સાથે નાની ઓરડી ઉપર પતરા વાળો શેડ વાળું મકાન બનાવી ગેકાયદેસર રીતે ઘૂસણખોરી કરી દબાણ કરતા પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ દ્વારા લેન્ડ ગ્રેબિન એકટ દ્વારા મહીસાગર કલેકટરને પુરાવા સાથે ફરિયાદ કરતા કલેક્ટર દ્વારા મહીસાગર પોલીસને ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા મહેન્દ્રસિંહ વિરુદ્ધ લુણાવાડા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.