હાલાકી:લુણાવાડામાં પેટ્રોલ પંપ પર સ્ટોક ન હોવાના પાટિયા

લુણાવાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ નથીની અફવા ફેલાતાં લાઈનો લાગી
  • પેટ્રોલપંપ પર લોકો કેરબા લઇ ઉમટી પડ્યાં હતા

લુણાવાડા માં મોડી રાત થી ડીઝલ અને પેટ્રોલ નથી ના બોર્ડ લાગતા પેટ્રોલ ભરાવા લાઇનો પડી હતી. લોકો કેરબા લઈને પંપે આવી ગયા હતાં. મોડી રાત સુધી પેટ્રોલ પંપ પર લાઇનો પડી હતી કેટલીક જ્ગ્યાએ પેટ્રોલ ભરાવવા તુતું મેમે નાં દર્ષ્યો પણ સર્જાયા હતા. પેટ્રોલ પંપ માલિકો દ્વારા પણ જણાવ્યું હતું કે માત્ર હાલ સ્ટોલ નથી જે કાલે ગાડી આવતા જ પેટ્રોલ મળી જશે તેમ છતા પણ નહી મળે તેવી ગ્રંથી રાખી તમામ પેટ્રોલ પંપ પર મોડી રાત સુધી લાઈનો લાગી હતી જ્યારે અમુક પેટ્રોલ પંપ પર ઉપરથી જથ્થો ન આવવાના કારણે બોર્ડ લાગ્યા હતાં.

જ્યારે બીજાં પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાનાં કારણે પેટ્રોલ મળી રહ્યુ હતુ. જ્યારે બોર્ડ લાગ્યા હતાં તે પંપ પર પણ ઇમરજન્સી કોટા પોલીસ વાન મેડિકલ અને ૧૦૮ જેવી સેવાઓ માટે સ્ટોક રાખવાં આવ્યો હતો પણ કેટલીક જગ્યાએ પેટ્રોલ ન મળતાં લોકો ને ભારે હાલાકી નો સામનો કરી કતારો મા ઉભુ રહેવું પડ્યું હતું .આગામી દિવસો માં પેટ્રોલ ડીઝલ ન મળવા ની દહેશત ને લઇ પણ લાબી લાબી લાઈનો લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...