ખેડૂત શિબિરનું આયોજન:લુણાવાડાના કોલવણ ગામે NFSM ન્યુટ્રી સિરિયલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો; 70થી વધુ ખેડૂતોએ શિબિરનો લાભ લીધો

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા કોલવણ ગામે એન.એફ.એસ.એમ ન્યુટ્રી સીરીયલ યોજના અંતર્ગત ખેડૂતોને માહિતી આપતી શિબિર જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં અંદાજીત 70થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહીને શિબિરનો લાભ લીધી હતો.

આ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી અને નેનો યુરિયા ખાતર ડ્રોન ટેકનોલજીની યોજના, તેમજ વર્ષ 2023નું વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટયર જાહેર થયેલા હતા. જેના બાબતે બાજરી, રાગી, બન્ટી જેવા પાકો ની ખેતી કરવા માટે સાજીદ વ્હોરા, મદદનીશ ખેતી નિયામક, મહેશ પટેલ મદદનીશ ખેતી નિયામક, ડો. આર.પી. કાચા, વૈજ્ઞાનિક , આ કૃ.યું, ઠાસરા, તેમજ ડૉ. મયુર ડામોર,ખેતી અધિકારી , અને કોલવણ ગામના સરપંચ શૈલેષ ભાઈ અને સેજાના ગ્રામસેવક ધીરુભાઈએ અલગ અલગ વ્યક્તવ્ય આપ્યું હતું. જેનો લાભ સ્થાનિક ખેડૂત સમુદાયે લીધો હતો અને આવનાર દિવસોમાં પ્રાકૃતિક ખેતી તરફ વળશું તેમ સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. ઉત્સાહ પૂર્વક ખેડૂતોએ આ શિબિરમાં ભાગ લીધી હતો.

અન્ય સમાચારો પણ છે...