3 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર:લુણાવાડાથી જીગ્નેશ સેવક, સંતરામપુરથી કુબેર ડીંડોર અને બાલાસિનોરથી માનસિંહ ચૌહણ ચૂંટણી લડશે

મહિસાગર (લુણાવાડા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે.

121 બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણ ચૂંટણી લડશે. તો, 122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જીજ્ઞેશભાઈ સેવક ચૂંટણી લડશે. જ્યારે 123 સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.કુબેરભાઈ ડીંડોર ચૂંટણી લડશે. આમ કુલ ત્રણે વિધાનસભા બેઠકો માટે આજે ઉમેદવારોની પસંદગીમાં ત્રણ નામો જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...