મહીસાગર જિલ્લામાં સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ દિવસની ઉજવણી લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કલેક્ટર ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણી, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાવજીભાઈ, પ્રદીપસિંહ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પટેલીયા,શહેર ભાજપ પ્રમુખ હિમાંશુ શાહ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને જનઔષધીના લાભાર્થીઓ ઉપસ્થિતિમાં યોજાયો. જનઔષધિ દિવસની ઉજવણી પ્રસંગે જનઔષધિ કેન્દ્રના સંચાલક જનકબાનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પંચમહાલ સાંસદે સૌને હોળી પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, લોકોને ઓછા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ પ્રાપ્ત થઈ રહે તે હેતુસર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં "પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરીયોજના" કાર્યરત છે. અને સરકાર સૌ માટે હરહંમેશ ચિંતા કરે છે. ત્યારે દરેક વ્યક્તિએ સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ. મહત્તમ લોકો જરૂરિયાતના સમયે આ યોજનાનો લાભ લે અને જન ઔષધી કેન્દ્ર પરથી જ જેનેરીક દવાઓ ખરીદે તેવા આશય સાથે શરૂ થયેલા જન ઔષધી કેન્દ્રોમાં અપાતી દવાઓ બહાર મળતી દવાઓ કરતા 50% ઓછા ભાવમાં ઉપલબ્ધ હોય છે અને કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત કરતા 80% થી 90% જેટલી સસ્તી હોય છે.તેનો જરૂરિયાત સમયે લાભ લેવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં જનઔષધિ કેન્દ્રમાંથી નિયમિત દવા લેનાર લાભાર્થી જગદીશભાઈએ સ્વઅનુભવ જણાવતા કહ્યું હતું કે અગાઉ તેમને દર મહિને ત્રણથી ચાર હજાર દવાઓનો ખર્ચ થતો હતો તે હવે માત્ર સાતસો રૂપિયા થાય છે અને ગુણવત્તામાં કોઈ ફેર નથી જનઔષધિ સસ્તી પણ છે અને સારી પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.