ફ્રુડ એન્ડ ડ્રગસ વિભાગ એક્શન મોડમાં:લુણાવાડાના હાડોડ થી કોલવણ રસ્તા પર આવેલી માધવ ડેરી ફાર્મ પરથી દુધના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી હાડોડ ગામથી કોલવણ તરફ જવાના રસ્તા ઉપર આવેલી શ્રી માધવ ડેરી ફાર્મમાં કેટલાક દિવસોથી ડુપ્લીકેટ દૂધનું વેચાણ અંગે માહિતી મળતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ શ્રી માધવ ડેરી ફાર્મ પરથી સેમ્પલ લીધું છે. જેથી દૂધ ડુપ્લીકેટ છે કે કેમ તે અંગે સર્ટી આવ્યાથી જ ખાતરી થઈ શકશે. આ અંગે કોઠંબા પોલીસ મથકમાં જાણવા જોગ માહિતી આપવામાં આવી છે.

રાજ્યમાં ઠેર ઠેર ઘણા કૌભાંડો સામે આવતા જાય છે. લુણાવાડામાં ડુપ્લિકેટ દૂધ વેચાણ અંગેની માહિતી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને મળતા સેમ્પલ લેવામાં આવ્યા છે. આની સાથે આગળ વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી સેમ્પલની ચકાસણી થઈ રહી છે. આના સર્ટિફિકેટ આવે પછી જ જાણ થશે કે દૂધ ડુપ્લિકેટ છે કે પીવા યોગ્ય છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...