બાલાસિનોર પોલીસે ચેકીંગ હાથ ધરી:વેપારી ગ્રાહકોને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ન વાપરવા સૂચના આપી, જાહેર સ્થળોએ સ્લોગનો સાથેના પોસ્ટર લગાવી જાગૃતિ ફેલાવી

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં મહીસાગર જિલ્લાના બાજરો દુકાનોમાં પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં કોઈ વેપારી કે ગ્રાહક ચાઈનીઝ દોરી ન વાપરે તે માટે પોલીસ સતત તાપસમાં છે અને અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવામાં મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક આર.પી.બારોટ ની સૂચના મુજબ બાલાસિનોર પોલીસ દ્વારા બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી દુકાનો બજારો, સ્ટોલ ખાતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેપારી/ગ્રાહકોને ચાઈનીઝ દોરી ન વાપરવા સંદર્ભે સૂચના આપવામાં આવી હતી. તેમજ બાજરોમાં જાહેર સ્થળોએ સ્લોગનો સાથેના પોસ્ટર લગાવી કલેકટરના જાહેરનામની અવરનેસ ફ્રેલાવી લોકોને માહિતી આપી ચાઈનીઝ દોરી ન વાપરવા સૂચના માહિતી આપવામાં આવી હતી.

ત્યારે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG શાખા સહિત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને વેચાણ કરતા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બાલાસિનોર પોલીસ તાજેતરમાં રાજ્યની સૌથી મોટી ચાઈનીઝ દોરી પર રેડ કરવામાં આવી હતી. જેમાં બાલાસિનોર ખાતેની જી.આઈ.ડી.સી માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો 21 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...