મહીસાગર જીલ્લામાં રૂા. 49.67 કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિયાલ અને શામણા તળાવમાંથી 35 તળાવો ભરવા માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં તબક્કા વાર તળાવો ભરવાની કામગીરી નાયબ કાર્યપાલક રાજુભાઇ બામણના દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી હતી. જે યોજનામા ટેસ્ટિંગ કામગીરી પુર્ણ થતાં રાજ્યના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જલ વધામણાં કાર્યક્રમ કાળીબેલ ખાતે યોજાયો હતો.
યોજના અંતર્ગત શિયાલ પંપીગ સ્ટેશનથી સંતરામપુર તાલુકાના 12 અને કડાણા તાલુકાના 6 મળી કુલ 18 તળાવો તેમજ શામણા પંપીંગ સ્ટેશનથી સંતરામપુર તાલુકાના 13 અને લુણાવાડાના તાલુકાના 4 તળાવો મળી કુલ 17 તળાવો કામગીરી પુર્ણ થઇ તેવા તળાવો ભરવાના શરૂ કરવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત તળાવ ભરવાની કામગીરીથી અંદાજીત 1225 હેક્ટર જમીન લાભા મળશે.
આ વિસ્તારના જળ સ્તર ઉચા આવશે તેમજ લોકોને પાણીની સમસ્યાનો મહદ અંશે હલ આવશે. ઉપસ્થિત ગ્રામજનોએ વર્ષો બાદ પાણીની સમસ્યાનું નિરાકરણ થતાં ખુશી વ્યકત કરી સરકારનો આભાર માન્યો હતો. રાજ્યમંત્રી દેશી વાજિંત્રોના સૂર સાથે પુજન કરી જળના વધામણા કર્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.