લુણાવાડા તાલુકાના વિરણિયા ગામે સ્ટેટ વિજિલન્સના છાપામાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા બહાર આવતાં જ ગુજરાત પોલીસ વડાએ લુણાવાડા ટાઉન પીઆઇને સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો હતો. લુણાવાડાના વીરણીયા ગામે સ્ટેટ વિજીલન્સ પોલીસે રેઇડ પાડીને બુટલેગર વિક્રમસિંહ ચૌહાણનો રૂા.1.67 લાખનો દારૂનો જથ્થો અને તેના ધરેથી પીપ માંથી રૂા.53.43 લાખ રોકડા સાથે દારૂના હિસાબની ચીઠ્ઠીઅો મળી અાવી હતી.
પોલીસે અેક મહિલા સહીત બેને પકડીને બૂટલેગર વિક્રમ ભારતસિંહને વોન્ટેડ જાહેર કરીને લુણાવાડા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બૂટલેગરના ઘરેથી અધધ રૂા.53.43 લાખ રોકડા મળતાં પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે પકડેલી રોકડ રકમ દારૂના ધંધાની છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી લુણાવાડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. ગુજરાત પોલીસ વડા દ્વારા લુણાવાડા ટાઉન પીઆઇ એમ.ડી સલૂકેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ગ્રામજનો દ્વારા માહિતી મેળવતા બુટલેગરે જમીન વેચી હોવાથી આટલી મોટી રકમ હાથે લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.