ક્રાઇમ:સંધરી ગામે પૈસાની લેતી દેતીની તકરારમાં વૃદ્ધની કરપીણ હત્યા

દિવડાકોલોની17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડાણાના સંધરી ગામે બનેલો બનાવ
  • વૃદ્ધ પર યુવકે પથ્થર તથા ધડાથી જીવલેણ હુમલો કર્યો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સંઘરી ગામે વૃદ્ધ પર યુવકે હુમલો કરતાં તેનું મોત થયું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાણાના સંધરી ગામના ભાથાની મુવાડી ફળિયામાં બુધવારની સાંજે નાથાભાઈ સુફરાભાઈ પટેલિયા ઘર આંગણે બેઠા હતા આ દરમિયાન આક્રોશ સાથે આવેલા યુવાન હરીશ ધનાભાઈ પટેલિયાએ પિતાની ઉંમરના કહેવાતા નાથાભાઈ પટેલીયાને મારા ઉછીના લીધેલા રૂપિયા તું કેમ આપતો નથી અને આજે તો તને પતાવી જ દેવાનો છે.

ના ઉશ્કેરાટ વચ્ચે હરીશે જમીન ઉપરથી ભારેખમ પથ્થર ઉઠાવીને નાથાભાઈના માથા ઉપર ઘા કરતા આ વૃદ્ધ લોહીલુહાણ સાથે ફસડાઈ ગયા હતા. પરંતુ ઝનૂનમાં અંધ બનેલા હરીશે સ્ટીલનો ઘડો લઈને નિ:સહાય બનેલા નાથાભાઈને ફટકાઓ મારીને યમ સદન પહોંચાડી દીધા હતા. અા અંગે મૃતક નાથાભાઈનો પુત્ર બાબુભાઈ પટેલીયાએ કડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પી.આઈ.કે.કે ડીંડોરે હરીશ સામે ગુનો દાખલ કરીને કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...