વિકાસ કાર્યોને લીલી ઝંડી:મહીસાગર પ્રભારીની અધ્યક્ષતામાં યોજાયેલ આયોજન મંડળની બેઠકમાં 875 લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી

લુણાવાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે જરૂરી છે: અર્જુનસિંહ ચૌહાણ

મહીસાગર જિલ્લા આયોજન મંડળની વર્ષ 2022-23 ના આયોજન માટેની બેઠક લુણાવાડામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં પ્રભારીમંત્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને રાજ્યમંત્રી અને સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર, જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, ઈન્ચાર્જ જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી તમામ તાલુકા તેમજ પાલિકા પ્રમુખોની ઉપિસ્થિતિમાં યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાની તાલુકા આયોજન સમિતિઓ અને નગરપાલીકા મારફતે 15 ટકા વિવેકાધિન જોગવાઇના રજૂ થયેલ આયોજન પરત્વે મળવાપાત્ર જોગવાઇ સામે આ બેઠકમાં રૂા.875 લાખની જોગવાઈઓના કુલ 1082 કામોની સેધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

વધુમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કરવાના થતા કામોની ઝડપથી મંજુરી મેળવી વહેલી તકે કામ પુરા થાય તેવું આયોજન કરવાનું છે, સરકાર ગ્રાન્ટ આપે છે તો કામની ક્વોલીટી જળવાવી જોઇએ. પ્રજાલક્ષી કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યુ હતુ. જિલ્લાના વિકાસના કામો સારી રીતે થાય તે માટે ધારાસભ્યઓ, જિલ્લા/તાલુકા પ્રમુખોની જવાબદારી છે.

તમામ પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં થતા કામોની મુલાકાત લઈ નિહાળવા જોઈએ. તંત્રને અનુરોધ કરતા પરામર્શમાં રહી ગાઇડ લાઇન પ્રમાણે કામો હાથ ધરવા રચનાત્મક સૂચનો કર્યા હતા. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર, ડીઆરડીએ ડાયરેક્ટર તેમજ તાલુકા પંચાયત પાલિકાના પ્રમુખો, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા અને તાલુકાનાં સંબધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...