વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
લોકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અપીલ
જે અંતર્ગત વૃંદાવન હાઈસ્કૂલ, સરાડીયા ખાતે મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સો ટકા મતદાન કરવા માટે સંકલ્પપત્ર દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને મતની કિંમત સમજાવી લોકોમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે જાગૃતતા ફેલાવવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.