ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ગાબડું:મહીસાગર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો, જિલ્લા ઉપ પ્રમુખ રાધુસિંહે કેસરિયો ધારણ કર્યો

મહિસાગર (લુણાવાડા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં મહીસાગર જિલ્લામાં ચૂંટણીનો મહાલો ગરમાયો છે. જે રીતે કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ સર્જાઈ રહ્યું છે. ત્યારે આજે ફરીથી મહીસાગર જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ રાધુસિંહ પરમાર કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા અને પંચમહાલ સાંસદના હસ્તે તેઓએ કેસરિયો ધારણ કર્યો છે.

મહીસાગરમાં વધુ એક મોટા નેતાએ કોંગ્રેસને રામ-રામ કર્યા
વીરપુર તાલુકાના કદાવર નેતા અને OBC સમાજના આગેવાન રાધુસિંહ પરમાર આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. વીરપુર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાધુસિંહ પરમાર વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. રાધુસિંહ પરમાર અમૂલ ડેરીના પૂર્વ ડિરેકટર તરીકે ફરજ બજાવી હતી. તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ હતા. ત્યારે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા રાધુસિંહ પરમારને કેસરિયો પહેરાવી સ્વાગત કરાયું હતું. આ આગાઉ પણ કોંગ્રેસ ઉપ પ્રમુખ ઉદેસિંહ ચૌહણ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં વધુ એક મોટા નેતાએ કોંગ્રેસને અલવિદા કરી દેતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

અન્ય સમાચારો પણ છે...