• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • In Mahisagar District Assembly Elections 2022, A Voting Awareness Rally Was Held At Eklavya M.Shala Ditwas On The 'Opportunity For Democracy' Campaign.

મતદાન જાગૃતિ અભિયાન:મહીસાગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી 2022 માં 'અવસર લોકશાહીનો' કેમ્પેઈનને લઈ એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ

મહિસાગર (લુણાવાડા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચુંટણી 2022માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...