શાસ્ત્રોક્ત પૂજન:લુણાવાડામાં ભાજપે ચૂંટણી કાર્યાલયની શાસ્ત્રોક્ત પૂજન સાથે શરૂઆત કરી; હોદ્દેદારો કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યાં

મહિસાગર (લુણાવાડા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે જાહેર થયેલા ઉમેદવારો દ્વારા પોતાનું ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક પર ભાજપ પક્ષે પુન: વિશ્વાસ મૂકી ટિકિટની ફાળવણીની જાહેરાત કરવામાં આવતા લુણાવાડા વિધાનસભા ચૂંટણી કાર્યાલયની કાર્યકરોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત પૂજન સાથે શરૂઆત કરવામાં આવી છે.

કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા
ધારાસભ્ય જીગ્નેશ સેવકે કાર્યકરોનો આભાર વ્યક્ત કરી ફરી એકવાર લુણાવાડા બેઠક પર કેસરીયો લહેરાવા અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, જિલ્લા ભાજપ મહામંત્રી, લુણાવાડા પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, મંડળ પ્રમુખો અને હોદ્દેદારો કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...