બુટલેગરોનો નવો કીમિયો:લુણાવાડામાં કારની CNG બોટલમાં અને ચોરખાનું બનાવી રાજસ્થાનથી લવાતો વિદેશી દારૂ ઝડપાયો

મહિસાગર (લુણાવાડા)20 દિવસ પહેલા

દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અવનવી તકનીકનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પોલીસની બાજ નજરેથી તે બચી શકતા નથી. આવો જ એક કિસ્સો બન્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ગામે કે જ્યાં રોડ પરથી પસાર થતી ઇકો કારમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. તેમજ કારમાં ફિટ કરેલ CNG બોટલમાં દારૂ ભરી લઈ જવાતો હતો. જેની બાતમી મહીસાગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળી હતી.

ચોર ખાનામાંથી દારૂ ઝડપાયો
​​​​​​​લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈસ્પેક્ટર વી.ડી ધોરડાને બાતમી મળી હતી કે, રાજસ્થાન આનંદપુરી તરફથી એક ઇકો કાર દારૂ ભરીને આવી રહી છે. જે બાતમી આધારે LCBએ ટીમ બનાવી વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું, ત્યારે વાહન ચેકીંગ કરી રહ્યા હતા જ્યાં બાતમી મળેલ ઇકો કાર ત્યાંથી પસાર થતા પોલીસે તેને ઉભી રાખી તાપસ હાથ ધરી હતી. જે દરમિયાન ઇકો કાર ચેક કરતા કારના CNG બોટલમાં તથા કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટની કાચની નાની મોટી મળી કુલ 454 નંગ બોટલો મળી આવી હતી.

મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
​​​​​​​
જેની અંદાજીત કિંમત રૂપિયા 54599 હતી. તેમજ બે ઇસમો કારમાં સવાર હતા બંને ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેઓ પાસેથી પોલીસે દારૂની હેરફરી માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર, અંગઝડતીમાંથી મળેલ 2 મોબાઈલ તથા રોકડ રૂપિયા 2000 મળી કુલ 2,66,599 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ બંને ઈસમો રાજસ્થાનના રહેવાસી
પહેલો ઈસમ લોકેશ ગણેશલાલ ભોઈ રહેવાસી લોહારિયા તાલુકો ગઢી જિલ્લો વાસવાડા રાજસ્થાન અને બીજો ઈસમ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આમ બંનેની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...