મગરનું સફળ રેસ્ક્યુ:લુણાવાડામાં ખેતરમાં મગર ઘૂસી આવતા લોકોના ટોળા વળ્યા, રેસ્ક્યુ કરી લેતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કરણ બારીયા ગામેથી પસાર થતી કેનાલની બાજુમાં ખેતરમાં મગર ઘૂસી આવ્યો હતો. જેની જાણ આસપાસના ઘરોમાં રહેતા લોકોને થઇ હતી. ત્યારે બાદ ગામ લોકોના ટોળા વળ્યા હતા અને લુણાવાડા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

લુણાવાડા વન વિભગના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોળી આવ્યા હતા અને મગરનું સફળ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...