ઘાતકી ચાઇનીઝ દોરી એક બાદ એક લોકોનો ભોગ લઈ રહી છે અને ઇજાઓ પહોંચાડી રહી છે. તેવામાં મહીસાગર જિલ્લામાં પણ ચાઈનીઝ દોરીથી એક અકસ્માત સર્જાયો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં બાઇકમાં પેટ્રોલ પુરાવી ઘરે પરત ફરી રહેલા યુવાનને રસ્તા વચ્ચે દોરી આવી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં ગળાના ભાગે ઇજા પહોંચી છે અને ટાકા આવ્યા છે.
લુણાવાડાના સાકા મેદાન વિસ્તારમાં રહેતા એક યુવાન ગબરુ પઠાણ જે પોતાના ઘરેથી બાઇક લઈને પેટ્રોલ પુરાવવા શહેરના ગોધરા રોડ તરફ ગયો હતો. જે દરમિયાન પેટ્રોલ પુરાવી ઘરે પરત ફરતી વખતે આયુષ હોસ્પિટલ આગળ અચાનક રસ્તામાં ચાઈનીઝ દોરી આવી જતા ગળાના ભાગે ઇજા પહોંચી છે અને ટાકા આવ્યા છે. દોરી અચાનક વચ્ચે આવી જતા બાઇક પરથી કાબુ ગુમાવતા હાથ અને પગના ભાગે પણ ઇજાઓ પહોંચી છે, પરંતુ સદનસીબે સમય સુચકતા વાપરતા મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે યુવાને આયુષ હોસ્પિટલમાં સારવાર લીધી અને હાલ તેની સ્થિતિ સારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.