• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • In Connection With Muharram, A Meeting Was Organized With Muslim Leaders At Lunawada Police Station, It Was Discussed That The Festival Should Be Celebrated In A Peaceful Atmosphere.

શાંતિ સમિતીની બેઠક:મોહરમને અનુલક્ષીને લુણાવાડા પોલીસ મથકે મુસ્લિમ આગેવાનો સાથે બેઠકનું આયોજન, શાંતિમય વાતવરણમાં તહેવાર ઉજવાય એ બાબતે ચર્ચા કરાઈ

મહિસાગર (લુણાવાડા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાંતિ સમિતિમાં મુસ્લિમ આગેવાનો તથા આયોજકો સાથે વિવિધ ચર્ચાઓ કરાઈ

આગામી તારીખ 10 ઓગસ્ટના રોજ મોહરમ તહેવારની ઉજવણી થવાની છે, જેને લઈને શાંતિ જળવાઈ રહે તે માટે લુણાવાડા પોલીસ મથકે આજે સોમવારના રોજ લુણાવાડા પી.આઈ. આર.ડી.ભરવાડ દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી.

શાંતિમય વાતવરણમાં મોહરમ તહેવાર ઉજવાય એ બાબતે વિવિધ ચર્ચાઓ કરાઈ
આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો પ્રમુખ ઇકબલભાઈ સુરતી, મુન્નાભાઈ પઠાણ, મુસ્તકભાઈ રસુલભાઈ ચૌહાણ, સત્તાર હનીફ, તથા લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ફળિયા મોહલ્લામાં કરેલ તાજીયાના 8 જેટલા આયોજકો તેમજ અન્ય મુસ્લિમ સમાજના 17 આગેવાનો ભેગા મળીને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં શાંતિ સમિતિમાં મુસ્લિમ આગેવાનો તથા આયોજકો સાથે પોલીસ દ્વારા શાંતિમય વાતવરણમાં આવનાર મોહરમ તહેવાર ઉજવાય જે બાબતે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી .

અન્ય સમાચારો પણ છે...