ફરિયાદ:પરિણીતાના આપઘાત કેસમાં પતિ-સાસુ-સસરાને 7 વર્ષનીકેદ

લુણાવાડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક પરિણીતાને મોત માટે દુષ્પ્રેરણ કરાતા ફરિયાદ થઇ હતી

મહિસાગરના ઉંદરા ગામે મનીષાબેનના પતિ શૈલેષકુમાર કાંતિભાઈ સોલંકી, સસરા કાંતિભાઈ ધુળાભાઈ સોલંકી તથા સાસુ મંજુલાબેન કાંતિભાઈ સોલંકી દ્વારા મનીષાને શારીરિક માનસિક ત્રાસ આપી તેને બરાબર જમવાનું બનાવતા આવડતું નથી. તારે વિસ્તારમાં કંઈ થતું નથી, તું વાંઝણી છે તેમ કહી મેણા-ટોણા મારી, માર મારી, મરી જવા માટે દુષ્પ્રેરણ કરતા મનિષાથી ત્રાસ સહન ન થતા ઉંદરા ગામની સીમમાં આવેલ રતિલાલ પંચાલના કૂવાના ઊંડા પાણીમાં પડી ડુબી જતાં પાણી પી જતા મોત નીપજ્યું હતું.

આ ગુનાનો કેસ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એચ એ દવેની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કેસમાં કુલ આઠ સાક્ષીઓની તપાસ તથા સરકારી વકીલ એસ આર ડામોરની દલીલોને ધ્યાને લઇ મૃતક મનીષાબેનના પતિ, સસરા તથા સાસુને આ ગુનાના કસૂરવાર ઠેરવી 7 વર્ષની કેદ તથા રૂા. ૧૦ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા પાંચ હજાર દંડ ફરમાવતો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...