રાજ્યભરમાં હોળી ગઈ કાલે એટલે કે 6 માર્ચે ઉજવવામાં આવી છે પરંતુ કેટલીક જગ્યાઓ પર વરસાદ વિઘ્નરૂપ બનતા હોળી પ્રગટાવી શકાય તેમ ન હતું. જેથી બીજા દિવસે એટલે કે આજે 7 તારીખે દિવસે હોળી પ્રગટાવી ઊજવણી કરી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા સહિતના ગામો તેમજ કડાણા તાલુકાના મૂનપુર, લીમપુર, ગોડિયાર, અંધારી સહિત તાલુકાના મોટા ભાગના ગામોમાં પણ આજે દિવસે હોલિકા દહન કરી ઉજવણી કરવામાં આવી છે.
ગતરોજ જિલ્લામાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે તે જ સમયે જિલ્લામાં એકાએક સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી કેટલીક જગ્યા પર હોલિકા દહન કરી દેવામાં આવ્યું હતું. તો કેટલીક જગ્યાઓ પર વરસાદ વિઘ્ન બનતા હોળી પ્રગટાવવામાં આવી આવી ન હતી. ત્યારે આજે દિવસે એટલે કે 7 તારીખે બીજા દિવસે હોલિકા દહન કરી ઉજવણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.