આદેશ:ભાદર નહેર વિતરણના 23 કામદારોને પુનઃ નોકરીમાં હાજર કરવા હાઇકોર્ટનો હુકમ

કાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા
  • હાઇકોર્ટ દ્વારા કરાયેલાં આદેશથી પરિવારજનોમાં આનંદ

લુણાવાડા વિભાગની ‌ભાદર નહેર વિતરણમાં કોલવણ તથા તેની આજુબાજુના ગામડાઓમાં રહેતા ગરીબ અને આદિવાસીઅો રોજમદાર તરીકેની ફરજમાં હાજર થયા હતા. લાંબા સમયની નોકરી હોવા છતાં જે તે સમયના લાગતા વળગતા અધિકારીઓએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય તેમની કાયમી પ્રકારની નોકરીમાંથી છૂટા કરી દીધા હતા.

આ કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખનો સંપર્ક કરી તેમને થયેલા અન્યાય બાબતે ગોધરા મજૂર અદાલતમાં પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત થવાનો કેસ દાખલ કરેલ જે કેસ ચાલી જતા મજૂર અદાલત દ્વારા 23 કામદારોને ઉચ્ચક રૂા.85 હજાર આપવાનો આદેશ કરવામાં આવતા નારાજ કામદારોએ ફરી ફેડરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વ્યક્તિગત એસસીએ દાખલ કરતા ગુજરાત હાઇકોર્ટે તા.13 જુન 2022ના રોજ ગોધરા મજૂર અદાલતના હુકમમાં ફેરફાર કરી ૨૩ કામદારોને સળંગ નોકરી ગણી તેઓને સરકારના પરિપત્રના લાભો આપવાનો આદેશ કરતા કામદારોના પરિવારમાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...