મેઘમહેર યથાવત:લુણાવાડામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ; વાહનચાલકોને દિવસે હેડ લાઈટ શરૂ કરી વાહન​​​​​​​ ચલાવવાની ફરજ પડી

મહિસાગર (લુણાવાડા)16 દિવસ પહેલા

મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારમાં આજે સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી ભારે ગરમી અને ઉકળાટ ભર્યા વતાવરણથી લોકો પરેશાન બન્યા હતા. તેવામાં બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને પવન ફૂંકાવાની સાથે ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી વતાવરમાં ઠંડક જોવા મળી તો બીજી બાજુ હાઇવે માર્ગો પર વાહનચાલકોને દિવસે હેડ લાઈટ શરૂ કરી વાહન ચલાવવાની ફરજ પડી હતી.

ગતરોજ ગણપતિ વીસર્જન દરમિયાન 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે લુણાવાડા શહેરમાં ગણપતિજીના વિસર્જન દરમિયાન આખા દિવસની ભારે ગરમી,ઉકળાટ બાદ એકાએક મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અંદાજીત એક કલાક સુધી પવન અને ભારે ગાજવીજ સાથે ધોધમાર 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે આજે સતત બીજા દિવસે બપોર બાદ વાતાવરણ વરસાદી બન્યું છે. અને લોકોને ભારે બફારાથી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી છુટકાંરો મળ્યો હતો. અને વરસાદની રાહ જોઈને બેઠેલા લોકોએ ઘરની બહાર નિકળી વરસાદની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...