108ની સરાહનીય કામગીરીના વખાણ:ગુજરાત રાજ્ય હેડ અને પ્રોગ્રામ મેનેજરે મહીસાગરની શુભેચ્છા મુલાકાત લીધી; દિવાળીના તહેવારો દરમિયાન 108ની કમગીરીને બિરદાવી

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ, EMRI Green Health Service ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલ, પોગ્રામ મેનેજર બલદેવ રબારી મહિસાગર જિલ્લાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જ્યાં દિવાળીના તહેવારો દરમિયાન 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી કેસોમાં સારી નોંધપાત્ર કામગીરી બદલ તેઓએ અભિનંદન પાઠવી 108 કર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને કામગીરીને બિરદાવી હતી.

108 ઇમરજન્સી સર્વિસની ટીમ હંમેશા કોઈપણ કટોકટીની પળોમાં ત્વરિત પ્રતિસાદ આપીને હજારો જિંદગીઓ બચાવી રહી છે. ત્યારે મહિસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો, મહિસાગરમાં 13 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં 15 વર્ષ દરમિયાન 1,65,297 જેટલા ઇમરજન્સી કેસના દર્દીને જે તે સ્થળ અથવા દર્દીના ઘરેથી હોસ્પિટલ પહોંચાડી સરાહનીય કામગીરી કરી છે. ત્યારે આ સમગ્ર કામગીરીને 108 EMRIના ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલે અને પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારીએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...