કાર્યવાહી:બાલાસિનોરમાંથી ચાઇનીઝ દોરીનું ગોડાઉન મ‌ળ્યું, 21 લાખનાં રીલ જપ્ત

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં ચાઇનીઝ દોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડાયો, વેપારી ફરાર

બાલાસિનોર પોલીસે અત્યાર સુધીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો સૌથી મોટો જથ્થો પકડી પાડ્યો છે. શુક્રવારે પોલીસે બાલાસિનોર જીઆઈડીસીમાં ભાડાના ગોડાઉનનું તાળું તોડી પોલીસે રૂ.21.28 લાખની 12542 ચાઇનીઝ દોરીની રીલો જપ્ત કરી છે. જ્યારે વેપારી ફરાર થઈ ગયો છે. સ્થાનિક પોલીસ ચાઇનીઝ દોરીના વેચાણ પર લગામ લગાવવા પેટ્રોલિંગમાં હતી ત્યારે બાલાસિનોરની જીઆઈડીસીમાં એક ગોડાઉનમાં રેડ પાડી હતી.

ગોડાઉનને તાળું હોવાથી પોલીસે તે તોડી પાડ્યું હતું અને અંદર જઈ તમામ બોક્સ તપાસ્યા હતા, જેમાંથી ચાઇનીઝ દોરીના 12542 રીલ મળી આવ્યાં હતાં. દોરીનો જથ્થો વધુ હોવાથી પોલીસની વધુ ટુકડી બોલાવી લેવાઈ હતી. જ્યારે પોલીસને બોક્સમાંની રીલની ગણતરી કરવામાં એક કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. આ ગોડાઉનમાં ઇન્દ્રિશ શેખ નામની વ્યક્તિ ચાઇનીઝ દોરીનો જથ્થો મગાવીને તેની ફીરકીઓ વેચતી હોવાનું બહાર આવ્યું છે. જોકે હાલ તે ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...