સતાનો મહાસંગ્રામ:સંતરામપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ગેંદાલ ડામોરે ઉમેદવારી ફોર્મ ભર્યુ, મહાકાળી મંદિરથી વિશાળ રેલી યોજી

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

ગઈ કાલે સાંજે કોંગ્રેસ પક્ષ દ્વારા બાકી રહેલા વિધાનસભા બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા હતા. ત્યારે મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકીની 123 સંતરામપુર વિધાનસભા બેઠક માટે ગેંદાલ ડામોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે આજે ગેંદાલ ડામોર દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. તેમની સાથે સંતરામપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પરાંજયાદિત્યસિંહ પરમાર તેમજ કોંગ્રેસ તાલુકા શહેરના કાર્યકર્તાઓ હોદ્દેદારો હજાર રહ્યા હતા.

સંતરામપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે રિપીટ કરેલા ઉમેદવાર ગેંદાલભાઈ ડામોર આજે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. સંતરામપુર શહેરના પ્રતાપપુરા ખાતેના મહાકાળી મંદિરથી સમર્થકો અને કાર્યકરો સાથે રેલી યોજી સંતરામપુર પ્રાંત કચેરી પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને જંગી મતોથી વિજય બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...