પ્રિ-મોન્સૂન કામગીરીનો અભાવ:વિરપુરની લાવેરી નદીમાં કચરાના ઢગનો ખડકલો

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં સાફ સફાઈનું કામ પંચાયતમાં આવતું નથી - તલાટી

વિરપુરમા મહેમુદપુરા અને માનવસેવા મંદિર વિસ્તારમાંથી લાવેરી નદી પસાર થાય છે. જેમાં કચરો અને ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા “ઠંડા પાણી મીઠા પાણી, લાવેરી તારા વહેતા પાણી” ની કહેવતનો સ્થાનિક તંત્રએ સાર્થક ન કરતા સ્થાનીક સિનિયર સિટિઝન સહિત સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે. લાવેરી નદી એટલી હદે પ્રદૂષિત થઈ ગઈ છે કે આ નદી છે કે ગટર તે કહેવું મુશ્કેલ બની ગયું છે.

આખા વિરપુરનુ ગટરનુ પાણી નદીમાં નિરંતર ઠલવાઈ રહ્યું છે. તો ક્યાંક નદીમાં કચરાના મસમોટા ઢગ જોવા મળી રહ્યા છે. સ્વચ્છ કરવાના તંત્રના દાવાની પોલ ખોલતા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. નદીમાં ચોતરફ ગંદકી જ ગંદકી નજરે પડી રહી છે. તાલુકાની ઓળખ આપતી પવિત્ર લાવેરી નદી ગંદકીથી ખદબદી રહ્યી છે. જેને કારણે ઠેર ઠેર ગંદકીના થર અને બિનજરૂરી વનસ્પતિઓ ઉગી નિકળતા નદીની સુંદરતા પર સવાલો ઉઠ્યા છે.

મહેમુદપુરાનો રસ્તો ચોમાસામાં બંધ થાય છે
નદીમાં બીનજરૂરી વનસ્પતિ ઉગી નિકળતા પુલની નીચેથી પાણી પસારન થતા દર ચોમાસામાં મહેમુદપરા જવાનો માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. રસ્તો બંધ થઈ જાય છે જેના કારણે અવર જવર કરવા માટે ભારે હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત કોરોનાની માહામારીના સમયે આવી ગંદકીની ‌‌‌‌‌‌‌‌‌સફાઈ ન થતા લોકના આરોગ્ય પર પણ જોખમ તોળાઈ રહ્યું છેે.

સિંચાઇ વિભાગને સફાઇ કરવાની હોય છે
પ્રિ-મોન્સુનને લઇ વિરપુર નગરની ગટરો-ઉકરડાની સાફ સફાઈની કામગીરી ચાલુ છે. જે ટુંક સમયમા પૂર્ણ થઈ જશે જેને લઈ ગંદકી, પાણી ભરાઈ જવાની અને અન્ય સમસ્યા ન થાય તેની તકેદારી રૂપે આ કામ કરાય છે.

જ્યારે વિરપુરની આજુબાજુમાંથી પસાર થતી લાવેરી નદીમા બિન જરૂરી વનસ્પતિ ઊગી નીકળી છે અને નદીમા થયેલ પુરાણની સાફ સફાઈ કામ પંચાયતમા આવતું નથી તે કામ સિંચાઇ વિભાગ દ્વારા કરવાનું હોય છે. -દિલ્પેશ ડોડીયાડ, તલાટી, વિરપુર ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...