ધારાસભ્ય ડીંડોર રિપીટ:મહીસાગર સંતરામપુરથી ડો. કુબેરે શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું; વિશાળ રેલી યોજી પ્રાંત કચેરી પહોંચ્યા

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

રાજ્યમાં 2022 વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. મહીસાગર જિલ્લામાં પણ ભાજપ દ્વારા જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે. આ ત્રણ વિધાનસભા બેઠકો પૈકીની 123 સંતરામપુર વિધાનસભા પરથી ભાજપે ચાલુ સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડો. કુબેર ડીંડોરને રિપીટ કર્યા છે. આજે કુબેરભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું.

વિજય મુહૂર્તમાં ડો. ડીંડોરે ઉમેદવારી ફોર્મ ભર્યું
ગુજરાત સરકારમાં હાલના રાજ્ય કક્ષાના મંત્રી અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડો. કુબેર ડીંડોરને ભાજપે રિપીટ કર્યા છે. આજે સોમવારે કુબેર ડીંડોરે શુભ મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સંતરામપુરના પ્રતાપપુરા મેદાન ખાતે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને ભારતીય જનતા પાર્ટીના મહીસાગર જિલ્લાના પ્રમુખ દશરથ બારીયા, મહામંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સમર્થકોની હાજરીમાં રેલી યોજી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતાં. જ્યાં, વિજય મુહૂર્તમાં ડો. કુબેર ડીંડોરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને ફોર્મ ભરી કુબેરભાઈએ પોતાની જીતની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...