મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠકના પૂર્વ ભાજપના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના લેટરપેડ પર લેખિતમાં પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં તેઓએ જણાવ્યું છે કે, લુણાવાડા અને ખાનપુર તાલુકામાં છેલ્લા બે વર્ષમાં પંચાયત હસ્તકના ડામર કાચામાંથી પાકા રસ્તા, રી-કાર્પેટ રસ્તા થયેલ છે. તેમા હલકી ગુણવત્તાનો માલ-સામાન વાપરવામાં આવેલો છે. તથા રોડ ઉપર આવતા તમામ નાળા હલકી ગુણવત્તાવાળા વાપરવામાં આવેલા છે.
એસ્ટીમેન્ટ મુજબનું કામ થેયેલ નથી તથા રોડની બંને બાજુ સાઈડ સોલ્ડરના કામ પણ એસ્ટીમેન્ટમાં દર્શાવ્યા પ્રમાણે કામ કરેલ નથી. જેથી સદર રસ્તાઓના એસ્ટીમેન્ટ ચેક કરી તથા ક્વોલિટી કન્ટ્રોલના નમૂના લઈ બિલ ચૂકવવા જેથી સરકારના નાણાંનો વ્યય ન થાય અને મતદારોને સરકારના નાણાંનો લાભ મળી રહે. તો સદર બાબતે યોગ્ય તપાસ કરવા આપ સાહેબને વિનંતી છે. તેવું જણાવતા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકે પત્ર લખ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.