ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:મહીસાગરમાં સ્પોર્ટસ સેન્ટર માટે રૂ. 5 કરોડની ફાળવણી, ચાવડીબાઇના મુવાડામાં ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ

લુણાવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાવડીબાઇના મુવાડામાં MPL ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગૃહ રાજય મંત્રીના હસ્તે પ્રારંભ. - Divya Bhaskar
ચાવડીબાઇના મુવાડામાં MPL ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગૃહ રાજય મંત્રીના હસ્તે પ્રારંભ.
  • રમતોથી યુવાનોમાં એકતા અને ભાતૃભાવ પેદા થાય છે

મહીસાગર જિલ્લાના ચાવડીબાઇના મુવાડા ખાતે બાવન પાટીદાર સમાજ આયોજિત યુથ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજયના ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી કુબેરભાઇ ડિંડોર અને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવકની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. સાથે મહીસાગર પ્રિમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ લુણાવાડા ખાતે ઉપસ્થિત રહી ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીએ મહીસાગર જિલ્લામાં 15 એકર જમીનમાં સ્પોર્ટસ સેન્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે રાજ્ય સરકારે જગ્યાની કામગીરી પૂર્ણ કરી દીધી છે અને સ્પોર્ટસ સેન્ટરના પ્લાન માટે કામગીરી ચાલુ કરી દેવાની સાથે રૂા.5 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. સ્પોર્ટસ સેન્ટર સાકાર પામતાં જિલ્લાના પ્રતિભશાળી યુવાનો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ બનવાની સાથે અહીં તેઓને જરૂરિયાત આધારિત સેવાઓ, રમત-ગમતના આધુનિક સાધનો કોચિંગ અને નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ પ્રાપ્ત થતાં જિલ્લાનો યુવાનો વિવિધ રમતોમાં ભાગ લઇને ગુજરાત અને દેશનું ગૌરવ વધારશે તેવી આશા વ્યકત કરી હતી.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે નાની-મોટી મુશ્કેલીઓના નિવારણ માટે જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષકની આધુનિક સુવિધાઓથી સુસજજ કચેરી આવનારા દિવસોમાં કાર્યરત કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. તથા આવી ટુર્નામેન્ટો અને રમતોથી યુવાનો વધુ સશકત બનવાની સાથે જિલ્લો અને લુણાવાડા વધુ સશકત બને અને ટીમ ભાવનાથી આગળ વધશે તેવી આશા વ્યકત કરી.

આ વિસ્તારના વિકાસ માટે સૌના સાથ-સહકારથી આગળ વધીશું તેમ કહ્યું હતું. તેમણે વધુમાં રાજ્ય સરકારની વિકાસ યાત્રામાં સૌને સહભાગી થવા જણાવ્યું હતું. રાજયના ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે આવી રમતોથી યુવાનોમાં એકતા અને ભાતૃભાવ પેદા થાય છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં યુવાનોને રમતોમાં હાર-જીત થતી રહે છે. ત્યારે હાર-જીતને મહત્વ ન આપતાં સર્વેમાં એકતા અને સંપ જળવાઇ રહે અને તમામ નિર્ણયોનો સ્વીકાર કરી જીવનમાં આગળ વધતા રહેવાની શીખ આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ, પંચમહાલ સાંસદ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ, પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, અગ્રણીઓ, સહિત આમંત્રિત તેમજ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ ટીમોના ખેલાડીઓ, નાગરિકો અને ક્રિકેટ પ્રેમીઓ મેચનો લ્હાવો માણવા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...