કાર્યવાહી:બાકોર પોલીસમાં મોબાઇલ ચોરીની પ્રથમ E-FRI નોંધાઇ

લુણાવાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે માત્ર બે દિવસમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો
  • અમદાવાદથી ચોરીના મોબાઈલ સાથે આરોપીને ઝડપ્યો

મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ દ્વારા જિલ્લાની તમામ પોલીસને E-FRI સહિત તમામ ગુનાઓનું ડિટેક્શન કરવા સૂચના આપવામાં આવી હતી. અમદાવાદથી ફરવા આવેલ ફેનીલ કિશોરભાઇ સતાસીયા બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરવા માટે આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ પરત જતા તેઓનો મોબાઈ ચોરાઇ જતા અમદાવાદ જઈ બાકોર પોલીસ સ્ટેશને ઓનલાઈન E-FRI કરી હતી. લુણાવાડા અેલસીબી પોલીસે મોબાઇલ ટેકનીકલ સોર્સિસથી ટ્રેક કરતા બાતમીથી મોબાઇલ હાલમાં અમદાવાદ શહેર ખાતે કૃષ્ણનગર સૈજપુર પાસે અમુલ પાર્લર પાસે છે.

જેથી ટીમના માણસોને અમદાવાદ તપાસમાં મોકલી સ્થળ ઉપરથી દિનેશભાઇ રમણભાઇ પંચાલ રહે- એ-702 પ્રતિષ્ઠા હાઇટ, હંસપુરા ગામ નરોડા, અમદાવાદનાનો પાસેથી મોબાઈલ મળી અાવ્યો હતો, પકડાયેલા દિનેશભાઇ પંચાલને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાકોર પો.સ્ટે. સોંપવામાં અાવ્યો હતો. અામ મહિસાગર જિલ્લાની પ્રથમ E-FRIનો ભેદ અેલસીબી પોલીસે બે દિવસમાં ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...