• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Fire In Nilgiri Panchayat Area At Goonthali Village Of Balasinore; As There Were Houses And Fields Nearby, People's Lives Were Hanging On

મહામુસીબતે આગ કાબૂમાં આવી:બાલાસિનોરના ગૂંથલી ગામે પંચાયત વિસ્તારની નીલગીરીમાં આગ; બાજુમાં મકાનો અને ખેતરો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોર તાલુકાના ગૂંથલી ગામે આગની ઘટના બની છે. જેમાં પંચાયત વિસ્તારમાં આવેલા નિલગીરના વૃક્ષોમાં અચાનક આગ ભભૂકી હતી. જોત જોતામાં આગ વધુ પ્રસરતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ તુરંત સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી અને બાલાસિનોર ફાયર બ્રેગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ તે સ્થળ પર પહોંચે તે પહેલાં સ્થાનિક લોકો અને બાલાસિનોર રુલર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરીમાં લાગી હતી.

નીલગીરીમાંની બાજુના ખેતરો ઉભો પાક હતો. તેમજ આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી જો આગ વધુ પ્રસરે તો મકાનો અને ખેતરો સુધી પહોંચી જાય તેમ હોવાથી સ્થાનિક લોકો અને પોલીસે આગને આગળ પ્રસરતી અટકાવી હતી. ત્યારબાદ બાલાસિનોર ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકો પોલીસ અને ત્યારે પહોંચેલા ફાયર બ્રિગેડે આગ બુજાવી હતી અને સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...