કૃષિ:મહીસાગરમાં 64,664 હેક્ટરમાં ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યુ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહીસાગર જિલ્લામાં મુખ્યત્વે શાકભાજી, ઘઉં, મકાઈ, ચણાનું વાવેતર કરાયું
  • સૌથી ઓછું વાવેતર બટાટાનું કરવામાં આવ્યું છે

મહીસાગર જિલ્લામાં શિયાળાના આગમન સાથે પંથકના ખેડૂતો દ્વારા શિયાળુ પાકના વાવેતારનો પ્રારંભ કર્યો છે. જેમા જિલ્લામાં મુખ્ત્વે શાકભાજી, ઘઉં, મકાઈ, ચણાની વાવણી શરુ કરી છે. મહીસાગર જિલ્લામાં 64,664 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યુ છે.

જેમા બાલાશિનોર તાલુકામા 5,340, કડાણા તાલુકામાં 13,971, ખાનપુર તાલુકામાં 8,838, લુણાવાડા તાલુકામાં 18,931, સંતરામપુર તાલુકામાં 12044 અને વિરપુર તાલુકામાં 5,540 હેકટરમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે. હાલના વાવેતરમાં સૌથી વધારે ઘઉંનુ 27,418 હેક્ટરમાં વાવેતર કર્યુ છે. સૌથી ઓછુ વાવેતર બટાટાનું કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...