શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ-નિર્માણ થઇ રહેલા મંદિરના નિર્માણ માટે હેતલબેન દવે દ્વારા ગુગલમાં જઈને રામ જન્મભૂમિની વેબસાઈ પર રૂા. 21,000ની રકમ દાન પેટે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જે વેબસાઈટ ખોટી નીકળતા લુણાવાડા પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોધાવી હતી.
લુણાવાડા પી.આઈ રાકેશ ભરવાડ દ્વારા તપાસ કરતાં રામ જન્મભૂમિની ખોટી વેબસાઈટ ઉભી કરી દાતાઓ પાસે ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગ સક્રિય છે. તે માલુમ પડતા સમગ્ર તપાસ દરમિયાન ફેફ વેબ બનાવનાર બિહારના માલુમ પડતા મહીસાગર પોલીસ દ્વારા ટીમ બનાવી બિહાર જઈ તપાસ હાથ ધરી આરોપીને પકડ્યા હતા. શ્રી રામ જન્મભૂમિની ખોટી વેબસાઈટ બનવાનાર જ્યોતીશ કુસ્વાહા, રોહિત બીપીનભાઈ, વિકાસ પ્રસાદને બિહારના પટનાથી પકડી પડ્યા હતા.
તેઓની પુછપરછ કરતાં તેઓ દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે અમે ટેકનોલોજીની મદદથી ગુગલ પર ફેક વેબસાઈટ બનાવતો માસ્ટર માઈન્ડ બીજો છે. અમે તો માત્ર તેને હેન્ડલ કરીએ છીએ. વધુ પુછપરછ કરતાં તેઓએ કબુલાત કરી કે દિલ્હીના એક ઇસમે અમને ખોટી વેબસાઈટ બનાવી આપી હતી. જેના મારફતે ઓનલાઈન દાતાઓ પાસે ઠગાઈ કરતાં તે છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતો. જેને લુણાવાડા પોલીસ દ્વારા હરિયાણા ખાતેથી રાજીવકુમાર ઠાકુર નામના વેબ ડીઝાઇનરની અટકાયત કરતાં મુખ્ય આરોપીને પકડવામાં મહીસાગર પોલીસને મોટી સફળતા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.