મતદાન જાગૃતી અભિયાન:લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે ચુંટણી સાક્ષરતા અંગે ચુનાવ પાઠશાળા યોજાઈ, ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરાયા

મહિસાગર (લુણાવાડા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સમુદાયોને જોડે રાખી વર્કશોપ યોજાયો

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતેની આદર્શ વિદ્યાલય ખાતે ચુનાવ પાઠશળાનું આયોજન કરવામાં આવ્યું. જેનો મુખ્ય ધ્યેય નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતિ લાવવાનું છે. આ નાગરિકો તેઓના જ્ઞાનને સમુદાયના અન્ય સભ્યો સાથે વહેંચશે અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટા સમુદાયને પ્રેરણા આપશે. ચુનાવ પાઠશાળા સક્રિય નાગરિકોને 'મતદાતા મિત્ર'ની ભૂમિકા ભજવવા માટે અનોખી તક પૂરી પાડે છે. જે સમાજના સભ્યોને ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપશે અને તેઓને નોંધણી કરાવવા માટે અને મતદાન કરવા માટે પ્રેરણા આપશે.

આ કાર્યક્રમમાં આદર્શ વિદ્યાલય ખાતે નાયબ ચુંટણી અધિકારી એ.કે.ગૌતમના માર્ગદર્શનમાં આવનારી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાર સાક્ષરતા અંગે ચુનાવ પાઠશળાનો સેમિનાર યોજાયો હતો. જેમાં નાયબ ચુટણી અધિકારી એ.કે.ગૌતમે જણાવ્યું હતું કે, જિલ્લાના ચૂંટણી અંગેના નવાં કાયદાઓ, સુધારાઓ અને નવી માર્ગદર્શિકાઓ અંગે માર્ગદર્શન મળી રહે એ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં ઉપસ્થિત મતદાર સાક્ષરતા કલબ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓને માર્ગદર્શન આપતાં ચૂંટણીને કારણે લોકશાહી જીવંત અને જાગૃત બની રહેશે. મતદાનનો અધિકાર એ લોકશાહીએ આપેલો મહત્વનો અધિકાર છે. એક વોટથી ચૂંટણીનું પરિણામ બદલાઇ જતું હોય છે. કહેુવાનો મતલબ એ છે કે, ચૂંટણીમાં એક-એક મત અમૂલ્ય છે. ત્યારે 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થી તેમની મતદાર તરીકે નોંધણી કરાવી દે તે જરૂરી છે. વધુમાં જણાવતા શાળા કોલેજના આજના વિદ્યાર્થીઓ ટેક્નોસેવી છે. મતદાન નોંધણી માટે ઓનલાઇન નોંઘણી પણ ઘણી સરળતાથી કરાવી શકાય છે. કેમ્પસ એમ્બેસેડરને તેમની કોલેજ તથા આસપાસમાં રહેતાં પડોશી, સ્વજનોને પણ આ માટે સમજણ આપવાં માટે પ્રેરિત કરવાં અનુરોધ કર્યો હતો.

ઇએલસી નોડલ કિરીટભાઇ પટેલે મતદાર સાક્ષરતા કલબ અને કેમ્પસ એમ્બેસેડરો દ્વરા કરવાની થતી કામગીરી બાબતે તેમણે જણાવ્યું હતું કે, 18 વર્ષથી ઉપરની વયનો કોઇ પણ નાગરિક મતદાર યાદીમાં નામ નોંધાવ્યાં વગર રહી ન જાય. તે માટે આપ સૌએ આપની શૈક્ષણિક સંસ્થામાં જ નહીં પરંતુ બહાર પણ જાગૃતિ આવે એવા પ્રયાસો હાથ ધરવા પડશે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં મહિલા મતદારોની ભાગીદારી વધે તથા સ્થળાંતરિત મતદારો ચૂંટણી સમયે મતદાન કરવા માટે આવે એ માટે પણ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી પ્રયાસો હાથ ધરવાં તેમણે જણાવ્યું હતું. આ ચુનાવ પાઠશાળામાં વિરપુર અને કડાણા મામતલતદારે પોતાનું પ્રથમ મતદાનના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે મતદાન જાગૃતિ અંગે સાપસીડી અને બીજી રમતો દ્વારા ઉપસ્થિતોને સમજણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...