ઇ-ખાતમુહૂર્ત:લુણાવાડા સહિત 8 જિલ્લાના ચેરિટી ભવનોનું ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લુણાવાડામાં રૂપિયા 2.35 કરોડના ખર્ચે ચેરિટી ભવન તૈયાર કરવામાં આ‌વશે

રાજયના ચેરીટી તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ 8 જીલ્લાઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનોનુ બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યું હતુ. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરીટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજયની 8 જિલ્લાઓની સાથે મહીસાગર જિલ્લામાં પણ રૂા.2.35 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન સુવિધાયુકત ચેરિટી ભવનનું ગાંધીનગર ખાતેથી મહીસાગર-લુણાવાડના કલેકટરાલય ખાતેના કોન્ફરન્સ હોલમાં ઇ- ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ કરીને કરવામાં આવ્યું હતું. અા પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...